વડોદરા AAP પ્રમુખ અશોક ઓઝા દુષ્કર્મ.
વડોદરા AAP પ્રમુખ અશોક ઓઝા દુષ્કર્મ.
Published on: 02nd June, 2026

વડોદરા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અશોક ઓઝા સામે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધાકધમકીનો ગંભીર ગુનો નોંધાયો છે. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી છે. આ કેસમાં તેમનો પુત્ર, પત્ની અને પુત્રી સહિત આખો પરિવાર સામેલ હોવાનો આક્ષેપ છે. પીડિતાને નોકરી અને રાજકીય હોદ્દાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો અને નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કર્યાનો આરોપ છે. પુત્ર આનંદ ઓઝા સામે પણ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. આ ઘટનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.