ED દ્વારા મુંબઈ-ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા, દાઉદના ખાસ સલીમ ડોલા પર સકંજો
ED દ્વારા મુંબઈ-ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા, દાઉદના ખાસ સલીમ ડોલા પર સકંજો
Published on: 02nd June, 2026

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુંબઈ અને ગુજરાતના 20 સ્થળોએ એકસાથે દરોડા પાડીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાના મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. આ દરોડામાં પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયર્સ, મેફેડ્રોનના ઉત્પાદકો અને વિતરકો, હવાલા ઓપરેટરો તથા બેનામી મિલકતોના માલિકોને તપાસના દાયરામાં લેવાયા છે. ED પુરાવા એકત્ર કરી રહ્યું છે કે આ નેટવર્ક ગુના દ્વારા મેળવેલા નાણાંને હવાલા ચેનલ દ્વારા ભારતમાં અને વિદેશમાં મિલકતો ખરીદવા માટે રોકાણ કરતું હતું.