ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગત હવે SPG માં ADG!
ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગત હવે SPG માં ADG!
Published on: 02nd June, 2026

કેન્દ્ર સરકારની કેબિનેટ નિયુક્તિ સમિતિ (ACC) દ્વારા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) માં મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી રાજીવ રંજન ભગતને SPG ના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ મે 2027 સુધી આ મહત્વની જવાબદારી સંભાળશે. રાજીવ રંજન ભગત અગાઉ SPG માં ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ પ્રમોશન અપાયું છે. આ નિયુક્તિ દેશની સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાય છે.