અમદાવાદમાં મોટી કાર્યવાહી: 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા.
અમદાવાદમાં મોટી કાર્યવાહી: 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા.
Published on: 02nd June, 2026

અમદાવાદ ખાતે રાજ્ય વેરા ખાતા (State GST) ની મોબાઇલ સ્કોડ ટીમે કરોડો રૂપિયાના કિંમતી માલસામાનની મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા અંદાજે 120 કિલોગ્રામ ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલોગ્રામ જેટલા કિંમતી પથ્થરો જપ્ત કરાયા છે. આ ઝડપાયેલા માલસામાનની કુલ અંદાજિત કિંમત લગભગ રૂ. 4.25 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહીઓમાંની એક ગણાઈ રહી છે, જેની વધુ તપાસ હાથ ધરાઈ છે.