ગીરના સાવજો: 36ના સેમ્પલ, 15ના રિપોર્ટ નેગેટીવ, 16ના બાકી
ગીરના સાવજો: 36ના સેમ્પલ, 15ના રિપોર્ટ નેગેટીવ, 16ના બાકી
Published on: 02nd June, 2026

ગીરના સિંહોના મોત બાદ, 36 સિંહોના બેબેસીયા, સીડીવી, અને એનાપ્લાઝ્મા ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. આમાંથી 15 સિંહોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જ્યારે 16ના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. રોગચાળો અટકાવવા અને ઈતરડી નિયંત્રણ માટે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવાયા છે, જેમાં દવાનો છંટકાવ, ઘાસ બાળવું અને ચૂનો નાખવાનો સમાવેશ થાય છે. સ્વસ્થ જણાતા સિંહોને ફરી તેમના કુદરતી આવાસમાં છોડવામાં આવ્યા છે.