મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા ખેડૂતોના રૂ. 2 લાખ સુધીના દેવા માફી યોજનાને મંજૂરી, લાખોને ફાયદો
મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા ખેડૂતોના રૂ. 2 લાખ સુધીના દેવા માફી યોજનાને મંજૂરી, લાખોને ફાયદો
Published on: 02nd June, 2026

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના લાખો ખેડૂતોને મોટી રાહત આપતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 56 લાખ ખેડૂતોના 65 લાખથી વધુ લોન ખાતાને સીધો ફાયદો થશે. આ યોજના સપ્ટેમ્બર 2025 સુધીના બાકી પાક ધિરાણને આવરી લેશે. નિયમિત લોન ભરતા ખેડૂતોને 50,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન બોનસ પણ મળશે. આ યોજના રાજ્ય સરકારની તિજોરી પર અંદાજે 36,585 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ લાવશે.