6 કલાકમાં 126 તાલુકામાં મેઘમહેર, નવસારીના વાંસદામાં 3 ઈંચથી વધુ વરસાદ
6 કલાકમાં 126 તાલુકામાં મેઘમહેર, નવસારીના વાંસદામાં 3 ઈંચથી વધુ વરસાદ
Published on: 13th September, 2026

ગુજરાતમાં આજે સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં 126 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. નવસારીના વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.95 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સુરતના અંબિકા વિસ્તારમાં 2.60 ઈંચ અને નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં 2.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જળાશયોમાં પાણીની આવક થઈ છે, જે ખેડૂતો માટે રાહતરૂપ છે.