વડોદરામાં ગોવામાં પ્રોપર્ટીમાં રોકાણના નામે 10.75 લાખની છેતરપિંડી
વડોદરામાં ગોવામાં પ્રોપર્ટીમાં રોકાણના નામે 10.75 લાખની છેતરપિંડી
Published on: 13th September, 2026

વડોદરામાં એક એકાઉન્ટન્ટે ગોવા સ્થિત પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટના લાલચમાં આવીને 10.75 લાખ રૂપિયા ગુમાવ્યા છે. દુબઇમાં નોકરી કરતા સુનીલ બુલચંદાનીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગોવાના બાઘા બીચ પર 32 એનડી એવેન્યુ કંપનીના પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટના હોર્ડિંગ જોઈને તેઓ આકર્ષાયા હતા. અનંત સુથો અને રાહુલ મેહરા નામના વ્યક્તિઓએ તેમને આકર્ષક પ્લાન સમજાવીને કુલ 10.75 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. નાણાં મળ્યા બાદ તેઓ સંપર્ક વિહોણા થતાં ઠગાઈનો ભોગ બન્યાનું સ્પષ્ટ થયું.