મહેસાણા મનપાના ડેપ્યુટી મેયર પોતાનો હોદ્દો ભૂલ્યા!
મહેસાણા મનપાના ડેપ્યુટી મેયર પોતાનો હોદ્દો ભૂલ્યા!
Published on: 13th September, 2026

મહેસાણા મહાનગરપાલિકાના ભાજપ શાસનમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા મનપાના ભાજપના ડેપ્યુટી મેયર રમેશ રાજપૂતને પોતાના જ હોદ્દા અને જવાબદારી વિશે જાણકારી ન હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર ગટર જોડાણને 2200 રૂપિયા ભરીને કાયદેસર કરવાના મુદ્દે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે "આ મામલે ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેયરને પૂછો તો વધારે સારું રહેશે." આ ઘટના તંત્રની કાર્યક્ષમતા અને પદાધિકારીઓની સભાનતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.