અમદાવાદમાં વેપારીનો મોબાઇલ હેક, બેંક ખાતામાંથી ₹1.60 લાખની ઓનલાઈન ઉચાપત
અમદાવાદમાં વેપારીનો મોબાઇલ હેક, બેંક ખાતામાંથી ₹1.60 લાખની ઓનલાઈન ઉચાપત
Published on: 13th September, 2026

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં એક વેપારીનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા સાયબર ઠગોએ તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.1.60 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. રૂપિયા કપાયા બાદ વેપારીના મોબાઇલ પર OTP આવતાં તેમને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી. આ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા ટ્રાન્સફર થયા હતા.