રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય.
રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય.
Published on: 22nd May, 2026

ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી આ આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે. 23 મેએ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે.