સુરતમાં ટ્રેન AC કોચમાંથી દાગીના ચોરતી ગોલ્ડન ગેંગ પકડાઈ.
સુરતમાં ટ્રેન AC કોચમાંથી દાગીના ચોરતી ગોલ્ડન ગેંગ પકડાઈ.
Published on: 22nd May, 2026

રાજસ્થાન, ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનોના AC કોચમાં મહિલાઓના પર્સમાંથી દાગીના અને રોકડ ચોરી કરતી ગોલ્ડન ગેંગનો સભ્ય, કાનપુરનો મનીપસિંહ સુરત રેલવે LCB દ્વારા ઝડપાયો. 18 રેલવે ચોરીના ગુનાઓનો પર્દાફાશ થયો. આરોપી રાત્રે નિંદ્રાધીન મહિલા મુસાફરોના પર્સમાંથી ચોરી કરતો હતો. પોલીસે 145.20 ગ્રામ સોનું, રોકડ, મોંઘા મોબાઈલ ફોન અને એક એક્ટિવા સહિત કુલ રૂ. 21,66,930નો મુદ્દામાલ જપ્ત કર્યો.