અમદાવાદના દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર બુલડોઝર.
અમદાવાદના દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર બુલડોઝર.
Published on: 22nd May, 2026

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદે પશુ કતલખાનાં સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રામરહીમના ટેકરા વિસ્તારમાં આરોપી સમીર ઉર્ફે પમો ખોખર અને શાહરૂખ કુરેશી દ્વારા બનાવાયેલા ગેરકાયદે કતલખાનાં પર બુલડોઝર ફેરવી બાંધકામ તોડી પાડવામાં આવ્યું. બંને આરોપીઓ સામે અગાઉ પણ પશુ સંરક્ષણ કાયદા હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલી આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.