ચારિત્ર પર વહેમ રાખી પતિ બન્યો હેવાન, પત્નીની ઘાતકી હત્યા.
ચારિત્ર પર વહેમ રાખી પતિ બન્યો હેવાન, પત્નીની ઘાતકી હત્યા.
Published on: 22nd May, 2026

મોરબીમાં પતિએ પત્નીના ચારિત્ર પર શંકા રાખી નિર્મમ હત્યા કરી. મધ્યપ્રદેશના મજૂર પરિવારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આરોપી પતિ લક્ષ્મણ કતિજાએ પત્ની રૂકમા પર ઇંટ અને બોથડ પદાર્થ વડે હુમલો કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.