ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત.
ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત.
Published on: 22nd May, 2026

ચૂંટણી પંચે ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બેઠકો પર આગામી 18 જૂન 2026 ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવાશે અને રાત સુધીમાં તમામ પરિણામો સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ અને એચ.ડી. દેવેગૌડા જેવા દિગ્ગજ નેતાઓની બેઠકો પર પ્રતિનિધિઓ ચૂંટાશે. પારદર્શિતા માટે ખાસ જાંબલી (Purple) રંગની સ્કેચ પેન નો ઉપયોગ ફરજિયાત રહેશે.