દમણને જૂનના પ્રથમ સપ્તાહે મળશે નવી સિવિલ એરપોર્ટ અને હાઇટેક હોસ્પિટલની ભેટ
દમણને જૂનના પ્રથમ સપ્તાહે મળશે નવી સિવિલ એરપોર્ટ અને હાઇટેક હોસ્પિટલની ભેટ
Published on: 22nd May, 2026

સંઘપ્રદેશ દમણ હવે પ્રગતિના નવા યુગમાં પ્રવેશવા તૈયાર છે. આગામી જૂનના પ્રથમ સપ્તાહમાં દમણને એકસાથે બે મહત્વપૂર્ણ ભેટ મળનાર છે. જેમાં નવનિર્મિત ભવ્ય સિવિલ એરપોર્ટ અને સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધા સાથેની અંદાજે રૂ. 250 કરોડની હાઇટેક સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સાથે, દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સાથેની હવાઈ કનેક્ટિવિટી શરૂ થશે, જે સ્થાનિક વેપાર અને પર્યટનને વેગ આપશે.