રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી.
રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી.
Published on: 18th March, 2026

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, Upper Air Cyclonic Circulationને લીધે 18થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે માવઠાની શક્યતા છે. 19 અને 20 માર્ચે બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.