પોરબંદરમાં રહેણાંક વિસ્તારમાં રાતોરાત MOBILE tower ઊભું કરાયું.
પોરબંદરમાં રહેણાંક વિસ્તારમાં રાતોરાત MOBILE tower ઊભું કરાયું.
Published on: 18th March, 2026

પોરબંદરમાં રતનપર ચોકડી પાસે નારાયણ નગર અને ભવાની રેસીડેન્સીમાં રાતોરાત MOBILE tower ઊભું કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પૂર્વ મંજૂરી વિના ટાવર નાખવામાં આવતા લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તાત્કાલિક કામગીરી રોકવા વિનંતી કરી છે. રહીશોએ ટાવરના રેડિયેશનથી સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોની ચિંતા વ્યક્ત કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ટાવર હટાવવા માંગ કરી છે. શરૂઆતમાં પાણીના ટાંકાનું કામ હોવાનું કહી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.