યુરોપમાં હિટવેવના કારણે ત્રાહિમામ!
યુરોપમાં હિટવેવના કારણે ત્રાહિમામ!
Published on: 26th June, 2026

યુરોપમાં ભયાનક હીટવેવના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં ફ્રાન્સ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. દેશના અડધાથી વધુ વિસ્તારોમાં રેડ હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પેરિસમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર અને દક્ષિણ-પશ્ચિમના પિસોસમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. ગરમીના કારણે 40થી વધુ લોકોના મોત, અકસ્માતો અને ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ છે. વૈજ્ઞાનિકો આ સ્થિતિ માટે 'હીટ ડોમ' અને ગ્લોબલ વોર્મિંગને જવાબદાર માની રહ્યા છે, જેના કારણે યુરોપ ઝડપથી ગરમ થઈ રહ્યો છે.