PM સ્ટાર્મરનું રાજીનામું બ્રિટિશ શાસનવ્યવસ્થાના પતનની સ્વીકૃતિ
બ્રિટનમાં છેલ્લા દસ વર્ષમાં સાત વડાપ્રધાન બદલાતા રાજકીય અસ્થિરતા ચરમસીમાએ પહોંચી છે. તાજેતરમાં વડાપ્રધાન કીર સ્ટાર્મરે આંતરિક વિખવાદ, ચૂંટણીમાં પરાજય અને વિવાદોના કારણે રાજીનામું આપ્યું છે. બ્રેક્ઝિટ બાદ આર્થિક મંદી, મોંઘવારી, ઊર્જા સંકટ, આરોગ્ય સેવાઓની ખરાબ સ્થિતિ અને વધતા જીવનનિર્વાહ ખર્ચે સામાન્ય જનજીવન મુશ્કેલ બન્યું છે. રાજકીય અસ્થિરતા અને નબળા નેતૃત્વના કારણે બ્રિટન ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે અને નવા નેતૃત્વ સામે મોટી જવાબદારી ઉભી થઈ છે.
PM સ્ટાર્મરનું રાજીનામું બ્રિટિશ શાસનવ્યવસ્થાના પતનની સ્વીકૃતિ
આ દેશમાં બુરખા બાદ અઝાન પર પ્રતિબંધની તૈયારી!
ડેનમાર્કમાં હિજાબ અને બુરખા પર પ્રતિબંધ બાદ હવે જાહેર સ્થળોએ અઝાન પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની યોજના પર ફરી વિચારણા શરૂ થઈ છે. ઇમિગ્રેશન મંત્રી મોર્ટેન બોડસ્કોવે વધતા ઇસ્લામાઇઝેશન અંગે ચિંતા વ્યક્ત કરી આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકાર કાનૂની અને બંધારણીય પાસાઓની તપાસ કરી રહી છે. બીજી તરફ ટીકાકારોનું માનવું છે કે આ પગલું ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને માત્ર એક જ ધર્મને નિશાન બનાવે છે.
આ દેશમાં બુરખા બાદ અઝાન પર પ્રતિબંધની તૈયારી!
FIFA વર્લ્ડ કપમાં સદીનો સૌથી મોટો ઉલટફે!
ફિફા વર્લ્ડ કપ 2026માં ઇક્વાડોરે ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવી મોટો ઉલટફેર સર્જ્યો છે. શરૂઆતમાં પાછળ પડ્યા છતાં ઇક્વાડોરે શાનદાર વાપસી કરીને નોકઆઉટમાં સ્થાન મેળવ્યું. VARના નિર્ણય બાદ રોડ્રિગેઝના પાસ પર ગોન્ઝાલો પ્લાટાએ નિર્ણાયક ગોલ કર્યો. બીજી તરફ નેધરલેન્ડ્સે ટ્યુનિશિયાને હરાવી ગ્રૂપ Fમાં ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે જાપાન અને સ્વીડન પણ નોકઆઉટમાં પહોંચ્યા. તૂર્કિયેએ અંતિમ ક્ષણે અમેરિકા સામે 3-2થી જીત નોંધાવી.
FIFA વર્લ્ડ કપમાં સદીનો સૌથી મોટો ઉલટફે!
લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી
રાજ્યસભા ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોમાં થયેલા ફેરફારો બાદ સંસદમાં NDA ગઠબંધનની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે INDIA ગઠબંધનમાં ચિંતા વધી છે. DMKના નિવેદન બાદ તેને ગઠબંધનમાં જાળવી રાખવા પ્રયાસો તેજ બન્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના કેટલાક સાંસદોના સમર્થનથી NDAનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે. આગામી ચોમાસુ સત્ર પહેલાં વધુ રાજકીય ફેરફારો અને પક્ષપલટાની અટકળો વચ્ચે સંસદના બદલાતા સમીકરણો પર સૌની નજર છે.
લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી
મોદી કેબિનેટમાં મોટા ઉલટફેરના એંધાણ!
કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ સંગઠનમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળના વિસ્તરણ સાથે કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળશે અને કેટલાક મંત્રીઓની જવાબદારીઓ બદલાશે. એનડીએના સાથી પક્ષો અને નવા જોડાયેલા નેતાઓને પ્રતિનિધિત્વ આપવાની તૈયારી છે. સાથે જ યુવા નેતાઓને તક આપવા અને વરિષ્ઠોને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવાની યોજના છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં પણ મહિલા ઉપાધ્યક્ષ સહિત અનેક મહત્વપૂર્ણ નિમણૂકો થવાની શક્યતા છે.
મોદી કેબિનેટમાં મોટા ઉલટફેરના એંધાણ!
હવે 18% ટેરિફ મંજૂર નથી! ટ્રેડ ડીલ માટે અમેરિકા સામે ભારતે મૂકી આ મોટી શરત
ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપાર કરારની વાતચીતમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું છે કે ભારત, અમેરિકામાં તેના નિકાસ થતા માલ પર વિશેષ ટેરિફ લાભ મેળવવા માંગે છે. જો ભારતને વિયેતનામ કે બાંગ્લાદેશ જેવા સ્પર્ધકો કરતાં ઓછો આયાત ટેરિફ નહીં મળે, તો આ ટ્રેડ ડીલ ભારતીય બિઝનેસ માટે ઓછી મહત્વની બની જશે. અગાઉ 18% ટેરિફ રેટ નક્કી થયો હતો, પરંતુ હવે ભારત એવી સત્તાવાર ગેરંટી માંગી રહ્યું છે કે તેના ઉત્પાદનોને તુલનાત્મક લાભ મળવો જોઈએ. જ્યાં સુધી આ શરત પૂરી નહીં થાય, ત્યાં સુધી ભારત ટ્રેડ ડીલ પર સહી નહીં કરે.
હવે 18% ટેરિફ મંજૂર નથી! ટ્રેડ ડીલ માટે અમેરિકા સામે ભારતે મૂકી આ મોટી શરત
T20 વર્લ્ડ કપ: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું
ભારતે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ 2026 માં પોતાની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા મજબૂત કરી છે. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા 136 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે 17મી ઓવરમાં આ લક્ષ્યાંક પાર કરી લીધો. શેફાલી વર્માએ 53 રનની આક્રમક અડધી સદી ફટકારી, જ્યારે જેમીમા રોડ્રિગ્સે 15 બોલમાં 26 રન બનાવી ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો. આ જીત સાથે ભારત ગ્રુપ A માં બીજા સ્થાને છે.
T20 વર્લ્ડ કપ: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું
જ્યાં બનવાનો હતો ઇન્ડિયન ઝોન, ત્યાં ચીન કરશે મોટું નિર્માણ!
તીસ્તા નદી પ્રોજેક્ટ બાદ બાંગ્લાદેશના PM તારિક રહેમાને ચીન સાથે મુંગલા પોર્ટ અંગે મોટો કરાર કર્યો છે, જે ભારત માટે આંચકો છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મુંગલા પોર્ટ માટે ચીન સાથે હાથ મિલાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ નિર્માણ તે જમીન પર થશે જે મૂળ ઇન્ડિયન ઇકોનોમિક ઝોન માટે પ્રસ્તાવિત હતી. બેઇજિંગમાં ચીન-બાંગ્લાદેશ મુંગલા પોર્ટ ઇકોનોમિક ઝોન માટે સમજૂતી કરાર થયા છે. આ પ્રોજેક્ટ 110 એકર જમીન પર વિકસાવવામાં આવશે.
જ્યાં બનવાનો હતો ઇન્ડિયન ઝોન, ત્યાં ચીન કરશે મોટું નિર્માણ!
હોર્મુઝમાં ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી બ્રેક
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વચ્ચે ઓમાન નજીક 'એવર લવલી' વેપારી જહાજ પર ડ્રોન હુમલો થતાં વૈશ્વિક ચિંતા વધી છે. હુમલા બાદ IMOએ પર્સિયન ગલ્ફમાંથી જહાજો બહાર કાઢવાનું ઓપરેશન સ્થગિત કર્યું છે. ઈરાને પોતાની મંજૂરી વગર જહાજોની અવરજવર સામે ચેતવણી આપી છે. વિશ્વના તેલ પરિવહન માટે મહત્વપૂર્ણ આ માર્ગમાં વધતા તણાવથી વૈશ્વિક અર્થતંત્ર પર અસરની આશંકા છે. અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો ચાલુ હોવા છતાં પ્રાદેશિક સંઘર્ષ સ્થિતિને વધુ જટિલ બનાવી રહ્યો છે.
હોર્મુઝમાં ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી બ્રેક
ગુજરાતમાં લોકસભાની વધીને 39 અને વિધાનસભાની 273 બેઠકો થઈ શકે
આગામી સીમાંકન અને નારી શક્તિ વંદન અધિનિયમના અમલ બાદ ગુજરાતના રાજકીય નકશામાં મોટા ફેરફારો થઈ શકે છે. રાજ્યમાં લોકસભાની બેઠકો 26થી વધીને 39-40 અને વિધાનસભાની બેઠકો 182થી વધીને આશરે 273 થવાની શક્યતા છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ સહિત મોટા શહેરોમાં નવી બેઠકો ઉમેરાઈ શકે છે. મહિલા અનામત અમલમાં આવતાં લોકસભા અને વિધાનસભાની 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત થશે. જોકે અંતિમ નિર્ણય વસ્તી ગણતરી, સીમાંકન આયોગની ભલામણો અને સંસદની મંજૂરી બાદ લેવાશે.
ગુજરાતમાં લોકસભાની વધીને 39 અને વિધાનસભાની 273 બેઠકો થઈ શકે
ગુજરાતમાં પકડાયેલી 4 બાંગ્લાદેશી યુવતીઓના શોકિંગ કિસ્સા
'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ગુજરાત પોલીસે ઝડપાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોના કિસ્સાઓમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એજન્ટોના નેટવર્કની મદદથી યુવતીઓ વિઝા-પાસપોર્ટ વિના ભારત પ્રવેશી નકલી નામ અને ઓળખ સાથે ગુજરાત સહિત વિવિધ શહેરોમાં ડાન્સ બાર, મજૂરી અને ઇમિટેશન જ્વેલરીના કારખાનામાં કામ કરતી હતી. કેટલીકએ સ્થાનિકો સાથે લગ્ન પણ કર્યા, જ્યારે એક યુવતીએ કિન્નરોના ટોળા સાથે બોર્ડર પાર કરી હતી. પોલીસ તપાસમાં ગેરકાયદે નાણાં ટ્રાન્સફર નેટવર્ક અને ઘૂસણખોરીની સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં પકડાયેલી 4 બાંગ્લાદેશી યુવતીઓના શોકિંગ કિસ્સા
ચૈતર વસાવાને સજા પછી હવે શું?
ચૈતર વસાવાને વનકર્મીઓ પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા થતાં તેમના ધારાસભ્યપદ પર સંકટ ઊભું થયું છે. સ્ટે ન મળે તો સભ્યપદ રદ થઈ શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારીમાં છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને મધ્ય ગુજરાતના રાજકારણમાં મોટું વળાંક ગણાવી રહ્યા છે. જો બેઠક ખાલી થશે તો પેટાચૂંટણી યોજાશે. આ સમગ્ર મામલો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી પટ્ટાના રાજકારણ પર લાંબા ગાળાની અસર કરી શકે છે.
ચૈતર વસાવાને સજા પછી હવે શું?
રાજ્યસભા સાંસદનું નસવાડી ખાતે તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા સન્માન
છોટાઉદેપુરના નસવાડીમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાનું પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષક સંઘે TET પરીક્ષા મુદ્દે આવેદનપત્ર આપી સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાથી સેવારત શિક્ષકોમાં અસંતોષ હોવાનું રજૂ કર્યું હતું. સંઘે જણાવ્યું કે ફરજિયાત TETના નિર્ણયથી અનુભવી શિક્ષકોની નોકરી અને બઢતી પર અસર થશે. સરકારે તાત્કાલિક નીતિગત ઉકેલ લાવી શિક્ષકોના હિતોનું રક્ષણ કરે તેવી માંગ કરવામાં આવી.
રાજ્યસભા સાંસદનું નસવાડી ખાતે તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા સન્માન
મુંબઈ પોલીસને પત્ર લખી કડક કાર્યવાહીની માગણી
શિવસેના (ઉદ્ધવ)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખી સાંસદ સંજય દીના પાટીલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાઉતે આરોપ લગાવ્યો કે પાટીલે વિરોધ પ્રદર્શન દરમિયાન જીવલેણ ધમકીઓ આપી અને હત્યા તથા બોમ્બથી ઉડાવી દેવાની વાત કરી હતી. આ નિવેદનોની નિષ્પક્ષ તપાસ કરી જરૂર પડે તો યુએપીએ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. યોગ્ય પગલાં નહીં લેવાય તો કોર્ટમાં જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
મુંબઈ પોલીસને પત્ર લખી કડક કાર્યવાહીની માગણી
પત્રકારોને ધમકી અને ગાળાગાળી કરતાં સાંસદ સંજય પાટીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ
ઉત્તર પૂર્વ મુંબઈના સાંસદ સંજય દીના પાટીલ શિવસેના (ઉદ્ધવ) છોડીને શિંદે જૂથમાં જોડાયા બાદ વિવાદમાં આવ્યા છે. વિરોધ કરનાર કાર્યકરોને બોમ્બ ફેંકવાની અને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમણે આ મુદ્દે પ્રશ્ન પૂછનારા પત્રકારોને પણ અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપી હતી. ઘટનાને લઈને પત્રકાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને માફી સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મામલો વિધાનસભામાં પણ ગૂંજ્યો છે.
પત્રકારોને ધમકી અને ગાળાગાળી કરતાં સાંસદ સંજય પાટીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ
ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કનકસિંહ પરમારની નિમણૂક
ગોધરા APMCના ખેડૂત પ્રતિનિધિ કનકસિંહ પ્રભાતસિંહ પરમારને ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક બાદ APMC ખાતે એક સન્માન સમારોહ યોજાયો હતો. ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, વાઇસ ચેરમેન સામંતસિંહ સોલંકી અને અન્ય કમિટી સભ્યોએ તેમનું અભિવાદન કરી, શાલ ઓઢાડી શુભકામનાઓ પાઠવી. કનકસિંહ પરમારે પ્રદેશ ભાજપા નેતૃત્વ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદો, માર્કેટ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન અને તમામ ડિરેક્ટરઓનો આભાર માન્યો. આ પ્રસંગે વેપારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કનકસિંહ પરમારની નિમણૂક
પત્રકારોને ધમકી આપવા મામલે શિંદેએ પાટીલને ઠપકો આપીને માફી માગવા કહ્યું
સાંસદ સંજય દીના પાટીલ દ્વારા પત્રકારોને અપશબ્દો અને ધમકી આપવાના વિવાદે રાજકીય ગરમાવો વધાર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધમકી આપનાર સામે કાયદેસર કાર્યવાહી થશે તેમ કહ્યું, જ્યારે ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પત્રકારો સાથે આવું વર્તન અયોગ્ય ગણાવી પાટીલને માફી માગવાની સલાહ આપી છે. પાટીલે પોતાના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું હોવાનો દાવો કર્યો છે. શિંદે જૂથના નેતાઓએ પણ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી પત્રકારોની માફી માગી છે.
પત્રકારોને ધમકી આપવા મામલે શિંદેએ પાટીલને ઠપકો આપીને માફી માગવા કહ્યું
ચોમાસુ સત્ર પહેલાં મહાવિકાસ આઘાડીની બેઠકમાં 23 ધારાસભ્યોની ગેરહાજરી
રાજ્ય વિધાનમંડળના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં મહાવિકાસ આઘાડીની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં 23 જેટલા ધારાસભ્યોની ગેરહાજરીને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ ગેરહાજરીએ આઘાડીમાં તણાવ વધાર્યો છે, જ્યાં NCP (શરદ પવાર જૂથ)ના જયંત પાટીલ, કોંગ્રેસના નાના પટોલે જેવા અગ્રણી નેતાઓ પણ સામેલ હતા. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉદ્ધવ ઠાકરેએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી, "શું ખરેખર આપણામાં એકતા છે?" તેવો પ્રશ્ન પૂછ્યો. ગેરહાજર ધારાસભ્યોએ વ્યક્તિગત કારણો, લગ્ન પ્રસંગો, મતવિસ્તારના કામકાજ, અથવા ખરાબ સ્વાસ્થ્ય જેવા કારણો આપ્યા છે. આ ઘટનાએ આઘાડીના સંકલન અને એકતા પર ગંભીર પ્રશ્નાર્થ સર્જ્યો છે.
ચોમાસુ સત્ર પહેલાં મહાવિકાસ આઘાડીની બેઠકમાં 23 ધારાસભ્યોની ગેરહાજરી
પાકિસ્તાને POKમાં દેખાવોને ડામવા ઘેરો ઘાલતાં અન્ન,બળતણ અને દવાઓની અછત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)માં અનામત બેઠકોના મુદ્દે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા જોઈન્ટ અવામી એક્શન કમિટીએ બંધનું એલાન આપ્યું છે. આંદોલન દબાવવા પાકિસ્તાને અન્ન, બળતણ અને દવાઓના પુરવઠા પર અસર કરી હોવાના આરોપ વચ્ચે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પેટ્રોલ, ખાદ્યસામગ્રી અને દવાઓની અછતથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોજિંદી જરૂરિયાતો માટે રાવલપિંડી તથા ઇસ્લામાબાદ જવું પડી રહ્યું છે. આંદોલન વધુ ઉગ્ર બનવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
પાકિસ્તાને POKમાં દેખાવોને ડામવા ઘેરો ઘાલતાં અન્ન,બળતણ અને દવાઓની અછત
ઈરાન યુદ્ધનો ખર્ચ જનતા પાસેથી વસૂલશે ટ્રમ્પ?
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધનો ખર્ચ અમેરિકાના ટેક્સપેયર્સ પાસેથી વસૂલવાની તૈયારીમાં છે. તેમણે અમેરિકન સંસદ (કોંગ્રેસ) પાસે 87.6 અબજ ડોલર (આશરે 8.3 લાખ કરોડ રૂપિયા)ના વધારાના ફંડની મંજૂરી માગી છે, જેનો મોટો હિસ્સો ઈરાન સામેના યુદ્ધ અને સૈન્ય ખર્ચ માટે વપરાશે. આ માગણી સામે સંસદમાં ભારે હોબાળો મચી ગયો છે. આ રકમમાંથી 67.15 અબજ ડોલર ડિફેન્સ ખર્ચ માટે છે, જ્યારે 21 અબજ ડોલર દારૂગોળો ખરીદવા અને સૈન્ય તાકાત વધારવા માટે વપરાશે.
ઈરાન યુદ્ધનો ખર્ચ જનતા પાસેથી વસૂલશે ટ્રમ્પ?
NCERTના અભ્યાસક્રમમાં ઈમરજન્સીના ચેપ્ટર મુદ્દે કોંગ્રેસના પ્રહાર
NCERTના અભ્યાસક્રમમાં ઇમરજન્સીનો સમાવેશ કરવા મુદ્દે ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ઇતિહાસની સાચી અને તટસ્થ માહિતી મળવી જોઈએ, માત્ર પસંદગીનો ઇતિહાસ નહીં. સાથે જ સરકાર પર શિક્ષણ, પેપર લીક, શાળાઓ બંધ થવી અને શિક્ષણના વ્યાપારીકરણ જેવા મૂળ પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે અભ્યાસક્રમમાં આઝાદીની લડાઈમાં વિવિધ યોગદાન, પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાની પડકારજનક સ્થિતિ જેવા મુદ્દાઓનો પણ સમાવેશ કરવો જોઈએ.
NCERTના અભ્યાસક્રમમાં ઈમરજન્સીના ચેપ્ટર મુદ્દે કોંગ્રેસના પ્રહાર
ભારતમાં 48 અબજ ડોલરનું રોકાણ કરશે એમેઝોન!
વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ ભારતમાં વર્ષ ૨૦૨૬થી ૨૦૩૦ વચ્ચે ૪૮ અબજ ડૉલરનું મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. અગાઉ કંપનીએ આ સમયગાળા માટે ૩૫ અબજ ડૉલરના રોકાણની યોજના બનાવી હતી, જેમાં હવે વધારો કરાયો છે. આ સાથે ૨૦૧૦થી ૨૦૩૦ સુધીમાં ભારતમાં એમેઝોનનું કુલ રોકાણ ૮૮ અબજ ડૉલર સુધી પહોંચી જશે. આ રકમ ઈ-કોમર્સ નેટવર્ક, કોમર્શિયલ ઓપરેશનલ અને ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના સેક્ટરોમાં રોકાણ કરવામાં આવશે, જે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
ભારતમાં 48 અબજ ડોલરનું રોકાણ કરશે એમેઝોન!
3 વર્ષના લાંબા ગાળા બાદ મેદાન પર ઉતરતા જ રડી પડ્યો નેમાર!
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે લગભગ ત્રણ વર્ષ બાદ FIFA વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડ સામેની મેચથી રાષ્ટ્રીય ટીમમાં ભાવુક વાપસી કરી. ગંભીર ઇજાઓ, અનેક સર્જરી અને લાંબા રિહેબિલિટેશન બાદ મેદાન પર ઉતરતાં તે આંસુ રોકી શક્યો નહોતો. બ્રાઝિલે 3-0થી જીત મેળવી, જ્યારે દર્શકોએ નેમારનું ઉષ્માભેર સ્વાગત કર્યું. કોચ કાર્લો એન્સેલોટીના વિશ્વાસ બાદ થયેલી આ વાપસીને નેમારના સંઘર્ષ અને અડગ મનોબળની પ્રેરણાદાયક જીત તરીકે જોવામાં આવી રહી છે.
3 વર્ષના લાંબા ગાળા બાદ મેદાન પર ઉતરતા જ રડી પડ્યો નેમાર!
IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 સિરીઝના સમયમાં થયો ફેરફાર.
ભારતીય ક્રિકેટ ટીમ ૨૬ જૂનથી આયર્લેન્ડ પ્રવાસ પર બે મેચોની T20 સિરીઝ રમશે, પરંતુ તેની શરૂઆતના એક દિવસ પહેલા મેચના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. ૨૮ જૂને રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલા T20 વર્લ્ડ કપ મેચને કારણે આ નિર્ણય લેવાયો છે. અગાઉ સાંજે ૭ વાગ્યે શરૂ થનારી બંને T20 મેચો હવે ભારતીય સમય અનુસાર સાંજે ૬ વાગ્યે શરૂ થશે. આ બંને મેચ બેલફાસ્ટમાં રમાશે. આ સિરીઝ દરમિયાન આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાનો રેકોર્ડ બનાવી શકે છે.
IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 સિરીઝના સમયમાં થયો ફેરફાર.
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
ભારત સરકારના પર્સોનેલ, જાહેર ફરિયાદ, તાલીમ વિભાગ, અને પેન્શન મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય સનદી સેવા (GAS)ના 17 જેટલા અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)માં બઢતી આપવામાં આવી છે. આ નિમણૂકો 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ માટે કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવી IAS કેડરમાં પ્રોબેશન પર નિમણૂક આપવામાં આવી છે.
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
રાજ્યસભા સાંસદ તરીકે પરિમલ નથવાણીએ લીધા શપથ.
ઝારખંડથી ચૂંટાયેલા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગુરુવારે ચોથી વખત સાંસદ તરીકે અને ત્રીજી વાર ઝારખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે શપથ લીધા છે. ૧૮ જૂનની ચૂંટણીમાં ૩૦માંથી ૨૮ માન્ય મતો મેળવી વિજેતા બનેલા નથવાણીએ આ ક્ષણને ગર્વ અને સન્માનની ગણાવી હતી. તેમણે ઝારખંડને પોતાની ‘કર્મભૂમિ’ ગણાવી ‘જૌહાર ઝારખંડ’ મેસેજ સાથે એનડીએ (NDA) નેતૃત્વ અને જનતાનો આભાર માન્યો હતો. તેમણે રાજ્યમાં ગ્રામીણ માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસને મજબૂત કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. બીજી તરફ, ગુજરાતમાંથી ભાજપના ચાર ઉમેદવારો પણ બિનહરીફ ચૂંટાયા છે.
રાજ્યસભા સાંસદ તરીકે પરિમલ નથવાણીએ લીધા શપથ.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો: શું ફ્લાઈટ ટિકિટ થશે સસ્તી?
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં લાખો હવાઈ મુસાફરોને રાહત મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર સંકેત આપી રહી છે કે જો ભાવ સ્થિર રહેશે તો એરલાઈન્સને સરચાર્જ અને ભાડામાં વધારાની સમીક્ષા કરવા કહેવામાં આવી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી K Ram Mohan Naidu એ જણાવ્યું કે સરકાર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ પર નજર રાખી રહી છે, જે એરલાઈન્સના ખર્ચનો મોટો હિસ્સો છે. આનાથી ભવિષ્યમાં ફ્લાઇટ ટિકિટના ભાવ સસ્તા થવાની શક્યતા વધી ગઈ છે.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો: શું ફ્લાઈટ ટિકિટ થશે સસ્તી?
ઓલિમ્પિકમાં 130 વર્ષ જૂની પરંપરા તૂટી!
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ 130 વર્ષ જૂની પરંપરા બદલી હવે ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક એથ્લેટને 10 હજાર અમેરિકન ડોલરની 'ફિટ ફોર ધ ફ્યુચર ઓલિમ્પિયન ગ્રાન્ટ' આપવાનો નિર્ણય કર્યો છે. 2026 વિન્ટર ઓલિમ્પિકથી અમલમાં આવેલા આ નિર્ણય હેઠળ મેડલ જીતે કે નહીં, દરેક ખેલાડીને ડોપિંગ ટેસ્ટ ક્લિયર થયા બાદ આર્થિક સહાય મળશે. ખેલાડીઓના તાલીમ, કારકિર્દી અને ભવિષ્યને ટેકો આપવા માટે શરૂ કરાયેલી આ યોજના નાના અને ઓછી સુવિધાવાળા દેશોના એથ્લેટ્સ માટે ખાસ લાભદાયી બનશે.
ઓલિમ્પિકમાં 130 વર્ષ જૂની પરંપરા તૂટી!
ટીમ ઈન્ડિયાના વૈભવને રોકવા આયરલેન્ડે શોધ્યું બ્રહ્માસ્ત્ર!
રાજસ્થાનના ટોંકના વતની ઓલરાઉન્ડર જય મૂંદડા ભારત સામેની આગામી આયર્લેન્ડ ટી20 શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ માટે આયર્લેન્ડ ગયેલા જયએ ત્યાંની નાગરિકતા મેળવી ક્રિકેટ કારકિર્દી આગળ વધારી હતી. તેમની પ્રતિભાના આધારે આયર્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેઓ સિમી સિંહ બાદ આયર્લેન્ડ તરફથી રમનાર બીજા ભારતીય મૂળના ક્રિકેટર બન્યા છે. જયની આ સિદ્ધિથી તેમના પરિવારજનો તેમજ ક્રિકેટપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
ટીમ ઈન્ડિયાના વૈભવને રોકવા આયરલેન્ડે શોધ્યું બ્રહ્માસ્ત્ર!
'ઈરાન મારી દરેક વાત માની રહ્યું છે, નહીં માને તો...' ટ્રમ્પની તેહરાનને વધુ એક ધમકી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અમેરિકા સાથેની વાટાઘાટોમાં મહત્વપૂર્ણ રાહતો આપી રહ્યું છે અને ચર્ચા હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. જોકે તેમણે ચેતવણી આપી કે વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે પણ તૈયાર છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનને કોઈ ટેક્સ વસૂલવાની મંજૂરી નહીં આપવાની સ્પષ્ટતા કરી હતી. નાટોના મહાસચિવ માર્ક રૂટેએ પણ ઈરાનને પરમાણુ હથિયારોથી દૂર રાખવા ટ્રમ્પની નીતિને સમર્થન આપ્યું હતું.
'ઈરાન મારી દરેક વાત માની રહ્યું છે, નહીં માને તો...' ટ્રમ્પની તેહરાનને વધુ એક ધમકી
સોનાના ભાવમાં મોટો કડાકો: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ જાહેર કર્યો પોતાનો મોટો પ્લાન
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થતાં જાણીતા લેખક રોબર્ટ કિયોસાકી તેને રોકાણ માટેની મોટી તક ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સસ્તા ભાવમાં ખરીદી કરતા પહેલાં બજારના ટ્રેન્ડ અને અર્થવ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરવું જરૂરી છે. તેમના મતે, સોનું, ચાંદી અને બિટકોઇન જેવી હાર્ડ એસેટ્સ લાંબા ગાળે વધુ સુરક્ષિત રોકાણ છે. હાલ જિયોપોલિટિકલ તણાવમાં ઘટાડો અને મજબૂત ડોલરના કારણે કિંમતી ધાતુઓના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા છે.