પાકિસ્તાને POKમાં દેખાવોને ડામવા ઘેરો ઘાલતાં અન્ન,બળતણ અને દવાઓની અછત
પાકિસ્તાને POKમાં દેખાવોને ડામવા ઘેરો ઘાલતાં અન્ન,બળતણ અને દવાઓની અછત
Published on: 26th June, 2026

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)માં અનામત બેઠકોના મુદ્દે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા જોઈન્ટ અવામી એક્શન કમિટીએ બંધનું એલાન આપ્યું છે. આંદોલન દબાવવા પાકિસ્તાને અન્ન, બળતણ અને દવાઓના પુરવઠા પર અસર કરી હોવાના આરોપ વચ્ચે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પેટ્રોલ, ખાદ્યસામગ્રી અને દવાઓની અછતથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોજિંદી જરૂરિયાતો માટે રાવલપિંડી તથા ઇસ્લામાબાદ જવું પડી રહ્યું છે. આંદોલન વધુ ઉગ્ર બનવાની ચેતવણી પણ આપવામાં આવી છે.