41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું!
41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું!
Published on: 26th June, 2026

વર્ષ 1985ના એર ઈન્ડિયા ફ્લાઇટ 182 બ્લાસ્ટ કેસમાં કેનેડાની ગુપ્તચર એજન્સી CSISએ પ્રથમવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે હુમલો ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાએ કર્યો હતો. આ વિસ્ફોટમાં 82 બાળકો અને 4 નવજાત સહિત 329 લોકોનાં મોત થયા હતા. કેનેડાએ તેને દેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવ્યો છે. તે જ દિવસે જાપાનમાં થયેલા બીજા બોમ્બ વિસ્ફોટનો સંબંધ પણ આ જ આતંકી સંગઠન સાથે હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.