17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર.
17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર.
Published on: 25th June, 2026

મુંબઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦ મીમીથી વધુ મુશળધાર વરસાદ ખાબકતાં જનજીવન અને વાહનવ્યવહાર ખોરવાયો છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત દેશના ૧૭ રાજ્યોમાં આગામી ૩ થી ૪ દિવસ માટે ભારે વરસાદ અને વાવાઝોડાનું ‘ઓરેન્જ અને યલ્લો એલર્ટ’ જારી કર્યું છે. આ પવનોથી લોકોને ગરમીથી રાહત મળશે. બીજી તરફ, અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદ અને પૂરના કારણે ભૂસ્ખલન થતાં એક શિક્ષિકાનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગુમ થયા છે અને અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.