પોરબંદરના રોકડીયા પાક મગફળીની વાવણીમાં વિલંબ
પોરબંદરના રોકડીયા પાક મગફળીની વાવણીમાં વિલંબ
Published on: 26th June, 2026

પોરબંદર જિલ્લામાં ચોમાસાની અડધી સીઝન પૂર્ણ થવા છતાં 26 જૂન સુધી એક ટીપું પણ વરસાદ ન પડતાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત રેકોર્ડબ્રેક વિલંબ નોંધાયો છે. વરસાદની ખેંચને કારણે મગફળી સહિતના ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. આગોતરી વાવણી કરનાર ખેડૂતોના પાક પણ ગરમીથી સુકાવાની ભીતિ છે. સાથે જ પીવાના પાણી અને પશુચારા અંગે પણ ચિંતા વધી છે, જેથી ખેડૂતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.