3 વર્ષના લાંબા ગાળા બાદ મેદાન પર ઉતરતા જ રડી પડ્યો નેમાર!
3 વર્ષના લાંબા ગાળા બાદ મેદાન પર ઉતરતા જ રડી પડ્યો નેમાર!
Published on: 25th June, 2026

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે લગભગ ત્રણ વર્ષ બાદ FIFA વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડ સામેની મેચથી રાષ્ટ્રીય ટીમમાં ભાવુક વાપસી કરી. ગંભીર ઇજાઓ, અનેક સર્જરી અને લાંબા રિહેબિલિટેશન બાદ મેદાન પર ઉતરતાં તે આંસુ રોકી શક્યો નહોતો. બ્રાઝિલે 3-0થી જીત મેળવી, જ્યારે દર્શકોએ નેમારનું ઉષ્માભેર સ્વાગત કર્યું. કોચ કાર્લો એન્સેલોટીના વિશ્વાસ બાદ થયેલી આ વાપસીને નેમારના સંઘર્ષ અને અડગ મનોબળની પ્રેરણાદાયક જીત તરીકે જોવામાં આવી રહી છે.