ડાંગ અને વલસાડમાં વાતાવરણ પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી.
ડાંગ અને વલસાડમાં વાતાવરણ પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી.
Published on: 20th April, 2026

રાજ્યમાં ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો. ડાંગ અને વલસાડમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને કમોસમી વરસાદ થયો. ડાંગના આહવા અને સાપુતારા તેમજ વલસાડના ધરમપુરમાં વરસાદથી લોકોને રાહત મળી. હવામાન વિભાગે 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા અને લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.