મોરબી શહેરમાં પરિવારની તમામ જવાબદારી વહન‎કરતાં શિક્ષિત મહિલાએ લીધો મૂક સેવાનો ભેખ‎
મોરબી શહેરમાં પરિવારની તમામ જવાબદારી વહન‎કરતાં શિક્ષિત મહિલાએ લીધો મૂક સેવાનો ભેખ‎
Published on: 20th April, 2026

મોરબીના સાધનાબેન ઘોડાસરા સુખી પરિવારથી હોવા છતાં પોતાનું જીવન ગરીબો અને જરૂરિયાતમંદોની સેવામાં સમર્પિત કરી નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ ગરીબ બાળકોની શિક્ષણ ફી, બીમાર લોકોની મોંઘી સારવાર અને ઘરવિહોણા લોકોને આવાસ બનાવવામાં આર્થિક મદદ કરે છે. માતા-પિતા પાસેથી સેવાનો વારસો મેળવનાર સાધનાબેન દ્રઢપણે માને છે કે જો નિખાલસ ઈચ્છા હોય, તો સામાન્ય વ્યક્તિ પણ રોટલીના એક ટુકડાથી બીજાનું ભલું કરી શકે છે. તેમનું નિઃસ્વાર્થ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે.