રાજકોટ આંગણવાડીઓમાં પોષણના નામે દાવા પોકળ; 365 આંગણવાડીઓમાં છેલ્લાં 3 વર્ષથી ‘સુખડી’ ગાયબ!
રાજકોટ આંગણવાડીઓમાં પોષણના નામે દાવા પોકળ; 365 આંગણવાડીઓમાં છેલ્લાં 3 વર્ષથી ‘સુખડી’ ગાયબ!
Published on: 20th April, 2026

રાજકોટની આંગણવાડીઓમાં બાળકો માટે પોષણયુક્ત ભોજનની યોજનામાં ગેરરીતિ સામે આવી છે. 365 આંગણવાડીઓમાં અંદાજે 19,000 બાળકો નોંધાયેલા છે, પણ મેનુ મુજબનું પૂરતું ભોજન મળતું નથી. છેલ્લાં ત્રણ વર્ષથી 'સુખડી'નું વિતરણ બંધ છે. બુધવાર અને ગુરુવારે ભોજન ન આવવાથી ગરીબ બાળકો ભૂખ્યા રહે છે.