70 વર્ષીય વિરેન્દ્રસિંહ ઝાલાએ ખેલ મહાકુંભમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ચેસ ચેમ્પિયન તરીકે સિદ્ધિ મેળવી.
70 વર્ષીય વિરેન્દ્રસિંહ ઝાલાએ ખેલ મહાકુંભમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ચેસ ચેમ્પિયન તરીકે સિદ્ધિ મેળવી.
Published on: 27th January, 2026

પાટડીના 70 વર્ષીય નિવૃત્ત ચેસ ચેમ્પિયન વિરેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત ખેલ મહાકુંભમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું. સાપુતારા ખાતે 60+ સ્પર્ધામાં 52 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેઓ BSNL માં ચાર વખત ઓલ ઇન્ડિયા લેવલે ચેમ્પિયન રહ્યા હતા. 1990 માં રશિયન ગ્રાન્ડ માસ્ટર ઓલેગ ડી. ઝુબીનને હરાવી અને 1998માં વર્લ્ડ એમેચ્યોર ચેમ્પિયન વિરાફ અવારીને હરાવી FIDE રેટીંગ મેળવ્યું.