કાયદેસર લાયસન્સ હોવા છતાં ભદ્રના પાથરણાવાળાને કોર્પોરેશને ‘વિકાસ’ના નામે રઝળાવ્યાનો આરોપ.
કાયદેસર લાયસન્સ હોવા છતાં ભદ્રના પાથરણાવાળાને કોર્પોરેશને ‘વિકાસ’ના નામે રઝળાવ્યાનો આરોપ.
Published on: 27th January, 2026

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પેઢીઓથી રોજગારી મેળવતા પથારાવાળાઓની હકની લડાઈ કોર્પોરેશન સામે છે. 2014થી શરૂ થયેલો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ફેરિયા સુરક્ષા કાયદા હેઠળ લાયસન્સ હોવા છતાં ટ્રાફિકના નામે હટાવવામાં આવે છે. કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થાના નામે પાનકોર નાકાના પ્લોટમાં ધકેલી દેતા કાયદેસર વેન્ડિંગ કાર્ડવાળા ગરીબ પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ.