પઢીયાર ગામે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી: ઉચ્ચ શિક્ષિત દીકરી નિધિ બામણીયાએ ધ્વજવંદન કર્યું.
પઢીયાર ગામે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી: ઉચ્ચ શિક્ષિત દીકરી નિધિ બામણીયાએ ધ્વજવંદન કર્યું.
Published on: 27th January, 2026

ગોધરાના પઢીયાર ગામે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ઉચ્ચ શિક્ષિત દીકરી નિધિબેન બામણીયાએ ધ્વજવંદન કર્યું. 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાનને સાર્થક કરતા, શાળામાં રેલી યોજાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થયા. તેજસ્વી વિદ્યાર્થીઓ, કર્મનિષ્ઠ શિક્ષકો અને યુવાનોનું સન્માન થયું. આચાર્યા કમળાબેન માછી, સરપંચ હરેશભાઇ રાઉલજી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.