ભાવનગરના ૪ શિક્ષકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર એનાયત: નિમુબેન બાંભણીયાએ શિક્ષકને બાળકોના શ્રેષ્ઠ નાગરિક ઘડતરનો પાયો ગણાવ્યો.
ભાવનગરના ૪ શિક્ષકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર એનાયત: નિમુબેન બાંભણીયાએ શિક્ષકને બાળકોના શ્રેષ્ઠ નાગરિક ઘડતરનો પાયો ગણાવ્યો.
Published on: 05th September, 2025

ભાવનગરમાં 'શિક્ષક દિવસ'ની ઉજવણી નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સન્માન સમારોહ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા. ૪ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અપાયા અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. નિમુબેને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી, શિક્ષકને બાળકોના ઘડતરનો પાયો ગણાવ્યો અને નવી શિક્ષણ નીતિ અંગે વાત કરી. મેયર ભરતભાઈ બારડે પ્રાસંગિક પ્રવચન કર્યું. માર્ચ-૨૦૨૫માં ૧૦૦% પરિણામ લાવનાર આચાર્યો, શિક્ષકોને સન્માનિત કરાયા.