PNB ખાતાધારકો માટે KYC 8 ઓગસ્ટ સુધીમાં કરાવવું જરૂરી, નહીં તો ખાતાથી લેવડ-દેવડમાં મુશ્કેલી આવી શકે છે.
PNB ખાતાધારકો માટે KYC 8 ઓગસ્ટ સુધીમાં કરાવવું જરૂરી, નહીં તો ખાતાથી લેવડ-દેવડમાં મુશ્કેલી આવી શકે છે.
Published on: 26th July, 2025

જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો 8 ઓગસ્ટ સુધીમાં KYC કરાવી લેવું. 30 જૂન સુધી KYC અપડેટ ન કર્યું હોય તો SMS દ્વારા જાણ કરાઈ રહી છે. કસ્ટમર કેર નંબર 1800 1800 અથવા 1800 2021 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. બેંકમાં KYC ફોર્મ ભરીને અથવા PNB-One દ્વારા અપડેટ કરી શકાય છે. KYC એટલે "Know Your Customer".