અમરેલી: ડબલ મર્ડર કેસમાં આરોપી ઝડપાયા; લૂંટના ઈરાદે હત્યા કરનાર આરોપીઓએ ગુનો કબૂલ કર્યો, પોલીસને મળી મોટી સફળતા.
અમરેલી: ડબલ મર્ડર કેસમાં આરોપી ઝડપાયા; લૂંટના ઈરાદે હત્યા કરનાર આરોપીઓએ ગુનો કબૂલ કર્યો, પોલીસને મળી મોટી સફળતા.
Published on: 27th July, 2025

વૃદ્ધ દંપતીએ આરોપીને ઓળખી લેતા હત્યા કરાઈ. 17 જુલાઈ, 2025ના રોજ અમરેલીના ઢૂંઢીયાપીપળીયામાં ચકુભાઈ રાખોળીયા અને તેમની પત્નીની હત્યા થઈ હતી, 2 લાખની લૂંટ થઈ હતી. પોલીસે 10 દિવસમાં 4 આરોપી પકડ્યા. આરોપીઓએ મજૂરીના પૈસા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને હત્યા કરી હતી. મુખ્ય આરોપી રામજી ઉર્ફે બાલો સામે પ્રોહિબિશનના ગુના પણ નોંધાયેલા છે. Amreli Policeને મળી મોટી સફળતા.