ડાંગ સાયબર ક્રાઇમ: યુવતીના ફોટાથી ફેક Instagram ID બનાવનાર મહેસાણાથી ઝડપાયો.
ડાંગ સાયબર ક્રાઇમ: યુવતીના ફોટાથી ફેક Instagram ID બનાવનાર મહેસાણાથી ઝડપાયો.
Published on: 05th September, 2025

ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે મહેસાણાથી યુવકની ધરપકડ કરી, જેણે યુવતીના ફોટાથી ફેક Instagram ID બનાવી અશ્લીલ તસવીરો અપલોડ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ એનાલિસિસથી આરોપી પકડાયો, જે વાંસદાનો પ્રિતેશ દળવી છે. પોલીસે તેની પાસેથી મોબાઇલ જપ્ત કર્યો અને IT Act હેઠળ ગુનો નોંધ્યો. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અપીલ કરાઈ.