છોટા ઉદેપુર: 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ 9 નવી વાન કાર્યરત, કટોકટી સેવાઓ એક નંબર પર ઉપલબ્ધ.
છોટા ઉદેપુર: 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ 9 નવી વાન કાર્યરત, કટોકટી સેવાઓ એક નંબર પર ઉપલબ્ધ.
Published on: 02nd September, 2025

છોટા ઉદેપુરમાં નાગરિકોની સુરક્ષા માટે 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ 9 નવી વાન કાર્યરત કરાઈ છે. હવે કટોકટી માટે માત્ર 112 ડાયલ કરો, જેમાં પોલીસની ડાયલ 100, આરોગ્યની 108 Ambulance, ફાયર સેવાની 101, મહિલા હેલ્પલાઈન 181, ડિઝાસ્ટર હેલ્પલાઈન 1070/1077 અને ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 ઉપલબ્ધ થશે. 112 જનરક્ષક વાનને કોઈ ભૌગોલિક સીમા લાગુ પડશે નહીં. આ સેવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.