અપડેટ: ડાર્ક વેબ: ઇન્ટરનેટનો અંધારિયો ખૂણો એક એવી જગ્યા છે જે ગુનાહિત પ્રવૃત્તિઓ અને રહસ્યોથી ભરેલી છે.
અપડેટ: ડાર્ક વેબ: ઇન્ટરનેટનો અંધારિયો ખૂણો એક એવી જગ્યા છે જે ગુનાહિત પ્રવૃત્તિઓ અને રહસ્યોથી ભરેલી છે.
Published on: 27th July, 2025

જયારે આપણે ‘ગૂગલ’ પર સર્ચ કરીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ કે ‘યૂ ટ્યૂબ’ પર વિડીયો જોઈએ, ત્યારે લાગે છે કે બસ આ જ ઇન્ટરનેટ છે. જોકે, હકીકત કંઇક અલગ છે. ઇન્ટરનેટની દુનિયા વિશાળ અને રહસ્યમય છે. આપણે જે વાપરીએ છીએ એ તો ઇન્ટરનેટનો એક નાનકડો ભાગ છે. ઇન્ટરનેટનો એક એવો ભાગ પણ છે જે સામાન્ય લોકો અને તેમના સર્ચ એન્જિનથી છુપાયેલો રહે છે. જેને ડાર્ક વેબ (Dark Web) કહેવામાં આવે છે. ડાર્ક વેબ એ ઇન્ટરનેટનો એવો ભાગ છે જે રહસ્ય, પ્રાઇવસી અને ગુનાઇત પ્રવૃત્તિઓથી ભરેલો છે.