ભરૂચ LCB દરોડો: કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર ફતેસિંગ વસાવા સહિત ૬ જુગારીઓ ઝડપાયા, ૧૦.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 05th September, 2025
ભરૂચ LCB એ વાલિયા નજીકના ફાર્મહાઉસમાં દરોડો પાડી ઝઘડિયાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર ફતેસિંગ વસાવા સહિત ૬ જુગારીઓને પકડ્યા. બાતમી મળતા LCB PSI આર.કે. ટોરાણીની ટીમે રેડ કરી રોકડા રૂપિયા ૩.૨૩ લાખ, ૪ મોબાઇલ અને ફોર વ્હીલર મળી કુલ ૧૦.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓમાં ફતેસિંગ વસાવા મુખ્ય સૂત્રધાર છે, જ્યારે એક જુગારી ફરાર થઇ ગયો. કેસમાં SRP ગ્રૂપના પોલીસકર્મીનું નામ પણ ખુલતા ખળભળાટ મચી ગયો છે.

Published on: September 05, 2025