પોષ પૂર્ણિમા 2 અને 3 જાન્યુઆરીએ; સૂર્યને જળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો અને અન્ય શુભ કાર્યો કરો.
પોષ પૂર્ણિમા 2 અને 3 જાન્યુઆરીએ; સૂર્યને જળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો અને અન્ય શુભ કાર્યો કરો.
Published on: 01st January, 2026

2026ની શરૂઆત પોષ પૂર્ણિમાથી; પંચાંગ ભેદથી પર્વ બે તિથિમાં ઉજવાશે. 2 જાન્યુઆરીએ વ્રત અને ચંદ્રને અર્ઘ્ય આપવું શુભ છે. 3 જાન્યુઆરીએ નદી સ્નાન, દાન અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી. 'ૐ સૂર્યાય નમ:' બોલી સૂર્યને જળ ચઢાવો. આ દિવસે પ્રયાગરાજમાં સંગમ પર સ્નાનથી મોક્ષ મળે છે અને માઘ મેળાની શરૂઆત થાય છે. આ દિવસે દેવી શાકંભરીની જયંતિ ઉજવાય છે.