ગોત્રીમાં સંત પ્રેમવત્સલદાસજી દ્વારા સત્સંગ સભા.
ગોત્રીમાં સંત પ્રેમવત્સલદાસજી દ્વારા સત્સંગ સભા.
Published on: 17th March, 2026

સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદના સંતો દ્વારા ગોત્રી વિસ્તારમાં સત્સંગ સભા યોજાઈ હતી. જેમાં સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર પ્રવચન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, શાંતિ પ્રાપ્ત કરવા માટે મેડિટેશનની જરૂર છે, મેડિસીન નહીં. આજે માણસ સવારે ઉઠીને તરત અને સૂતી વખતે મોબાઈલના દર્શન કરે છે, તેના કારણે સ્ટ્રેસ વધે છે.