ગોડાદરામાં સમૂહ વિવાહ સમારોહ યોજાયો
ગોડાદરામાં સમૂહ વિવાહ સમારોહ યોજાયો
Published on: 15th March, 2026

ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિ દ્વારા ગોડાદરામાં દ્વિતીય સમુહ વિવાહ સમારોહ યોજાયો. જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે હાજરી આપી હતી અને આવતા વર્ષે થનાર ત્રીજા સમૂહ લગ્ન સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિના અમરસિંહ રાજપુત સહિત આગેવાનોની ટીમે સમગ્ર વ્યવસ્થા કરી હતી. દરેક દીકરીઓને કરિયાવર સ્વરૂપે 35 જેટલી ચીજ વસ્તુઓ ભેટમાં અપાઇ હતી.