સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ: યુવતીઓ સંયમ, સમજણ અને સંસ્કાર કેળવે.
સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ: યુવતીઓ સંયમ, સમજણ અને સંસ્કાર કેળવે.
Published on: 22nd May, 2026

મોરબીમાં 'સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ' સમારોહ યોજાયો. શિક્ષિત નારીઓ મોર્ડન થવાની ઘેલછામાં સંસ્કાર ભૂલી રહી છે, જે સામાજિક વ્યવસ્થાને કુંઠિત કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં યુવતીઓને જાતીય સુરક્ષા, સ્વરક્ષણ અને સંસ્કારોનું આત્મજ્ઞાન અપાયું. મોટિવેશનલ સ્પીકર્સ અને આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા યુવતીઓને સમજણ, સંયમ કેળવી સોશ્યલ મીડિયાના માયાજાળથી બચી, કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહન અપાયું.