ચિત્રા મોક્ષ મંદિરનું રૂ.1.69 કરોડના મ્યુ.ગ્રાન્ટથી નવીનીકરણ થશે: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્ય.
ચિત્રા મોક્ષ મંદિરનું રૂ.1.69 કરોડના મ્યુ.ગ્રાન્ટથી નવીનીકરણ થશે: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્ય.
Published on: 13th February, 2026

ભાવનગરના ચિત્રા મોક્ષ મંદિરને મહાનગરપાલિકા દ્વારા રૂ.1.69 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટથી મોક્ષ મંદિરનું નવીનીકરણ કરવામાં આવશે, જેમાં ગેસ ભઠ્ઠી બિલ્ડીંગ અને ભઠ્ઠી આપવામાં આવશે. હાલમાં, મંદિરમાં રોજના છથી સાત મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે, જ્યાં વર્ષે 35 ટન લાકડાનો ઉપયોગ થાય છે. ગેસ ભઠ્ઠીથી 50% ફાયદો થશે. વધુમાં, મંદિરમાં મુક્તેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ પણ થઇ રહ્યું છે.