સાપુતારા પોલીસકર્મીઓને મંદબુદ્ધિ આશ્રમની બહેનોએ રાખડી બાંધી, "રક્ષાબંધને સાપુતારા પોલીસનો અનોખો સેવા સંદેશ".
સાપુતારા પોલીસકર્મીઓને મંદબુદ્ધિ આશ્રમની બહેનોએ રાખડી બાંધી, "રક્ષાબંધને સાપુતારા પોલીસનો અનોખો સેવા સંદેશ".
Published on: 09th August, 2025

સાપુતારા પોલીસે રક્ષાબંધન પર માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. PI આર.એસ. પટેલ સહિત 15 પોલીસ કર્મચારીઓએ નિરાધાર માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમની મુલાકાત લીધી. 25 બહેનોએ પોલીસ સ્ટાફને રાખડી બાંધી સ્નેહ દર્શાવ્યો, પોલીસે સુરક્ષાનું આશ્વાસન આપ્યું. સ્ટાફે આશ્રમવાસીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરી, વાતાવરણ હર્ષથી છલકાઈ ઉઠ્યું. આ પહેલને સૌએ બિરદાવી.