અમદાવાદ રથયાત્રા: 18 હાથીઓ પર CCTV અને ડેસિબલ મીટર
અમદાવાદ રથયાત્રા: 18 હાથીઓ પર CCTV અને ડેસિબલ મીટર
Published on: 10th July, 2026

જગન્નાથજીની 149મી રથયાત્રામાં સામેલ તમામ 18 હાથીઓ પર પ્રથમવાર સીસીટીવી કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે. ગત વર્ષે ખાડિયામાં ડી.જે.ના અવાજથી હાથી બેકાબૂ બન્યો હતો, તે ઘટનામાંથી શીખ લઈને પોલીસ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ કેમેરા અને મીટર પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે, જેથી સમગ્ર રથયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે. રથયાત્રાના રૂટ પર ઊંચા અવાજે ડી.જે. વગાડવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.