બાગાયત ક્ષેત્રે ગુજરાતને પ્રતિષ્ઠિત 'એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026' થી સન્માનિત કરાયું
બાગાયત ક્ષેત્રે ગુજરાતને પ્રતિષ્ઠિત 'એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026' થી સન્માનિત કરાયું
Published on: 10th July, 2026

ગુજરાત રાજ્યને બાગાયત ક્ષેત્રે તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬’ પ્રાપ્ત થયો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડેના હસ્તે આ સન્માન સ્વીકાર્યું. ડૉ. એમ. સ્વામીનાથનના માર્ગદર્શન હેઠળ ૨૦૦૮માં શરૂ થયેલો આ પુરસ્કાર, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ પી. સદાશિવમની અધ્યક્ષતા હેઠળની પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા અપાય છે. આ એવોર્ડ ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિભાગની મહેનતનું પરિણામ છે, જે રાજ્યના કૃષિ મોડેલની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે.