અમદાવાદના ગટર સફાઈમાં કામદારોના મોત, હાઇકોર્ટ લાલઘૂમ!
અમદાવાદના ગટર સફાઈમાં કામદારોના મોત, હાઇકોર્ટ લાલઘૂમ!
Published on: 10th July, 2026

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ગટર સફાઈ દરમિયાન 2 સફાઈ કામદારોના ગૂંગળામણથી મોત થતાં ગુજરાત હાઇકોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી છે. રાજ્યભરમાં ગટરમાં માણસોને ઉતારી સફાઈ કરાવવાની પ્રથા સામેની PILની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને પૂછ્યું કે પ્રતિબંધના કાયદાનો ચુસ્ત અમલ કેમ નથી થતો? અત્યાર સુધી કેટલા જવાબદારો સામે FIR નોંધાઈ છે અને 2016ના ₹10 લાખ વળતરના આદેશનું પાલન કેટલું થયું છે તેની વિગતો કોર્ટે માગી છે.