વડોદરાની માંજલપુર ચૂંટણીમાં સતીષ પટેલની અણધારી જાહેરાત!
વડોદરાની માંજલપુર ચૂંટણીમાં સતીષ પટેલની અણધારી જાહેરાત!
Published on: 10th July, 2026

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા સતીષ પટેલને ઉમેદવાર જાહેર કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલાં જ ગુરુવારે રાત્રે આ જાહેરાત થતાં ટિકિટની આશા રાખીને બેઠેલા 104 દાવેદારો આશ્ચર્ય અને નિરાશામાં છે. સેન્સ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા હતી તેવી ચર્ચા સાથે 'વહાલા-દવલા'ની નીતિના આરોપ પણ લાગી રહ્યા છે. આ નિર્ણયે પક્ષની આંતરિક પારદર્શિતા પર પ્રશ્નાર્થ સર્જ્યા છે.