અમદાવાદ રથયાત્રા 2026: જોખમી મકાનો સામે પગલાં
અમદાવાદ રથયાત્રા 2026: જોખમી મકાનો સામે પગલાં
Published on: 10th July, 2026

આગામી 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી Ahmedabad Rath Yatra માટે વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં રથયાત્રા રૂટ પરના 130થી વધુ ભયજનક મકાનોના જોખમી ભાગો ઉતારી લેવાયા છે. રૂટ પરના 544 બાંધકામો પર AMC કર્મચારીઓ અને પોલીસ નજર રાખશે, જેથી ધાબા પર ભીડ ન થાય. લાખો ભક્તોની સુરક્ષા, સ્વાસ્થ્ય, અને સુવિધાઓ માટે 100થી વધુ હેલ્થ વર્કર્સ, 207 ફાયર જવાનો, અને 31 ફાયર વાહનો સ્ટેન્ડ-બાય રહેશે. 97 CCTV કેમેરાથી મોનિટરિંગ અને સ્માર્ટ લાઈટિંગની પણ વ્યવસ્થા છે.