વડોદરાના ભાયલીમાં બિસ્માર રસ્તા મુદ્દે રહીશોનો રોષ, વોર્ડ ઓફિસે કર્યો વિરોધ
વડોદરાના ભાયલીમાં બિસ્માર રસ્તા મુદ્દે રહીશોનો રોષ, વોર્ડ ઓફિસે કર્યો વિરોધ
Published on: 10th July, 2026

વડોદરા કોર્પોરેશન હેઠળના ભાયલી, બિલ, કલાલી અને અટલાદરા જેવા વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે. અનેક સ્થળોએ મોટા ખાડા અને કાદવ-કીચડને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં અકસ્માતનો ભય છે. આ મુદ્દે આજે ભાયલીના રહીશોએ વોર્ડ ઓફિસ ખાતે 'ખાડાથી મુક્તિ આપો, અમારા હકનો રસ્તો આપો' જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. તેમણે તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરી, જણાવતા કે ખરાબ રસ્તાના કારણે મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને મુશ્કેલી પડે છે.